।। શ્રી ગોપેન્દ્રાષ્ટકમ્ ।।

સૌરાષ્ટ્રમંડલે સૌભાગ્યશ્યામા, મહામત્તમંડપે જનસંગમૈચ ॥
તસ્યપાદ્રરેણું કંઠે ચ કણિકા, નિડરોપિકાલં નિર્ઘોષનિત્યમ્‌ ॥૧॥

જનસંગમૈચ અવિલોક્યબાલા, પુર્વેષુ રાસ વૃજ વસુધાયમ્‌ ॥
વચનોવિલાસં સૌરષ્ટ્રમંડલે, રાસાધિપતિરાયે શ્રીગોપેન્દ્રઘોષમ્‌ ॥૨॥

શ્રીગોપેન્દ્રરાય, શ્રીગોપાલનંદન, ચતુરાદશીમાસ આસો ઉદયમ્‌ ॥
શ્રીમદ્‌ ગોકુલ ગામેનિવાસં વચનો વિલાસ વૃજ સુંદરીયમ્‌ ॥૩॥

વિસ્તારવૃજભક્ત સૌરષ્ટ્રમંડલે, કૃપાનાથ કરૂણા કરી પાવ ધરણે ॥
તદ્દનામનિર્ભય ત્રિવિધતાપ હરણે, પુષ્ટિજનોનામ રહસ્ય પુષ્ટ વર્ણવે ॥૪॥

મહામત્તમંડપે ધ્વજા ધીર ધરણે, રસલુબ્ધલોભી મળ્યા ખંડોખંડે ॥
ગુણગાન ગાયે શ્રીગોપેન્દ્રસંગે, નહિ સ્વર્ગ પાતાલ એકો બ્રદ્માંડે ॥૫॥

અંગોઅંગકંઠોકંઠમિલાપ, હરખે હુલ્લાસ હુલ્લાસ સોહાગમ્‌ ॥
માલાતિલક તાંદુલ શિર છાપં, જયજયરાય શ્રીગોપેન્દ્ર ગોપેન્દ્ર જાપં ॥૬॥

અન્યોઅન્ય પ્રસાદ પ્રેમે પ્રકાશં, મહાજુથમહાજુથનયણે નિવાસં ॥
અદ્‌તવાજા થૈઇ થૈઇ વાજે, રસિકરાય શ્રીગોપેન્દ્ર મધ્યે વિલાસં ॥૭॥

સફલ શુદ્ધ સુકૃત પૂર્વે વિકાસં, સકલ અંગ અર્પણ રમણ રહેશ રાસં ॥
જયજયકાર જયજયકાર રાસે વિલાસં, ‘બિહારીદાસ’ તવ ચરણે નિવાસં ॥૮॥

॥ ઇતિ ‘શ્રી બિહારીદાસ’ વિચરિત ‘શ્રીગોપેન્દ્રાષ્ટકમ્‌’ સંપૂર્ણ ॥

।। શ્રી ગોપાલાષ્ટકમ્‌ ।।

ચિત્ત ! કિમર્થં ધાવસિ વ્યર્થં, ભયત્રિસ્તં શોકસુગ્રસ્તમ્‌ ।।
ગોકુલશરણં ભવભયહરણં, રઘુપતિબાલં ભજ ગોપાલમ્‌ ।।૧।।

સસ્મિતવચનં સુલલિતરચનં, વ્રજપતિરક્તં જનનિજભક્તમ્‌ ।।
ધૃતમણિહારં પરમોદારં, રઘુપતિબાલં નમઃ ગોપાલમ્‌ ।।૨।।

વિધ્યાવલિતં કુણ્ડલલલિતં, વિષય વિતુષ્ણં સેવિતકૃષ્ણમ્‌ ।।
જગતોબન્ધું કરૂણાસિન્ધું, રઘુપતિબાલં સ્મર ગોપાલમ્‌ ।।૩।।

ભજન સયન્તં જગતોરત્નં, સ્વકુલોત્તંસં દ્રુતહતકંસમ્‌ ।।
બુધજનવન્ધં મહદભિનન્ધં, રઘુપતિબાલં વદ ગોપાલમ્‌ ।।૪।।

ધરણીદેવં કૃતહરિસેવં, પંકજનયનં સુલલિતશયનમ્‌ ।।
અભિનવવેષં જનહ્રદયેશં, રઘુપતિબાલં વદ ગોપાલમ્‌ ।।૫।।

ગુણગુણધીરં હ્રદયગંભીરં, સુભગશરીરં ધૃતશુચિચીરમ્‌ ।।
જયદભિરામં સ્મિતજિત કામં, રઘુપતિબાલં સ્મર ગોપાલમ્‌ ।।૬।।

ભક્તિનિધાનં કૃતબહુદાનં, પૂજિતવિજ્ઞં સર્વગુણજ્ઞમ્‌ ।।
દીનદયાળું ભક્તકૃપાળું, રઘુપતિબાલં ભજ ગોપાલમ્‌ ।।૭।।

નાનાવિદ્યં સુમનોહ્રદ્યં, જગદાહલાદં સુસ્વરનામદમ્‌ ।।
શુચિમિતકથનં શ્રુતિમધુરથનમ્‌, રઘુપતિબાલં ભજ ગોપાલમ્‌ ।।૮।।

શ્ર્લોકાષ્ટકં શ્રીરઘુનાથપુત્ર – ગોપાલનામ્નઃ સમધીતસામ્નઃ ।।
નિત્ય નરો યઃ પ્રપઠેત્સુદ્યામ્નઃ પ્રાપ્નોતિ શીઘ્રં પરમં પદં સઃ ।।૯।।

આરાધ્ય ગોપાલપદારવિન્દં, સંસક્ત ‘તારા’ ભિધસેવકેન ।।
સ્તોત્રં કૃતં યઃ સ્મરેત્ત્રિસન્ધ્યં, સંમ્પૂર્ણકામં પદમેતિ વિષ્ણોઃ ।।૧૦।।

।। ઇતિ ‘શ્રી તારા સેવક’ વિરચિત ‘શ્રી ગોપાલાષ્ટકમ્‌’ સમ્પૂર્ણ ।।

।। શ્રી યમુનાષ્ટકમ્ ।।

નમામિ યમુનામહં સકલસિધ્ધિહેતું મુદા, મુરરિપદપંકજ સ્ફુરદમન્દરેણૂત્કટામ્‌ ।।
તટસ્થનવકાનન પ્રકટમોદપુષ્પામ્બુના, સુરાસુરસુપૂજિત સ્મરપિતુઃશ્રિયંબિભ્રતીમ્‌ ।।૧।।

ભાવાર્થ – સમસ્ત (પુષ્ટિમાર્ગીય) અલૌકિક સીધ્ધિઑનૅ આપનારા, મુરદૈત્યના શત્રુ શ્રીભગવાનના ચરણકમલની ચમકતી (રેતી) અથવા અધિક જલથી વિશેષ રેણુંને ધારણ કરવાવાળા, અને પોતાના તટ પર રહેલા નવીન વનોમાં પ્રસરેલી સુગન્ધિત પુષ્પયુક્ત જલવાળા, સુર (દૈન્યભાવવાળા વૃજભક્તો) દ્વારા અને અસુર માનમાવવાળા વૃજભક્તો દ્વારા સુંદર રીતે પૂજાયેલા, શ્રી ઠાકોરજીની શોભાને ધારણ કરનારા શ્રી યમુના મહારાણીજીને હું હર્ષથી નમન કરૂં છું. ।।૧।।

કલિન્દગિરિમસ્તકે પતદમન્દ્પૂરોજ્જવલા, વિલાસગમનોલ્લસત્‌ પ્રકટગણ્ડશૈલોન્નતા ।।
સઘોષગતિદન્તુરા સમધિરૂઢદોલોત્તમા, મુકુન્દરતિવર્ધિની જયતિ પદ્મ્બન્ધોઃ સુતા ।।૨।।

ભાવાર્થ – સૂર્યમંડળમાં સ્થિત શ્રી ઠાકોરજીના હ્રદયકમલમાં રસરૂપ પ્રકટ થઇને કલિન્દ પર્વતના શિખર ઉપર પડતા અત્યંત પ્રવાહથી પ્રકાશમાન દેખાતા, વિલાસપૂર્વક ચાલવાથી શોભાયમાન લાગતા, અને ઊંચી શિલાઓને લીધે ઉન્નત દેખાતા અને શબ્દસહિત ચલવાથી વિવિધ પ્રકારના વિલાસવાળા એવાં સુંદર પાલખીમાં બિરાજમાન દેખાતા અને શ્રી ઠાકોરજીની પ્રીતિ વધારનારા એવા સૂર્યપુત્રી શ્રી યમુના મહારાણી જય પામે છે. ।।૨।।

ભુવં ભુવનપાવની મધિગતામનેકસ્વનૈઃ, પ્રિયાભિરિવ સેવિતાં શુકમયૂરહંસાદ્દિભિઃ ।।
તરંગભુજકંકણ પ્રકટમુક્તિકાવાલુકા, નિતમ્બતટસુન્દરીં નમત કૃષ્ણતુર્યપ્રિયામ્‌ ।।૩।।

ભાવાર્થ – સર્વ લોકને પવિત્ર કરવા માટે પૃથ્વી ઉપર પધારેલા, પ્રિય સખીઓ વડે જેમ સેવા કરતા હોય તેમ અનેક પ્રકારના શબ્દ કરનારા પોપટ, મયૂર, અને હંસાદિ મધુર શબ્દ બોલનારા પક્ષીઓથી સેવાયેલા, અને જળની લહેરો રૂપી હાથની અંદર રહેલા કંકણની ચળકતી સ્પષ્ટ રેતીરૂપી મોતીની સમાન રેણું સહિત, અને નિતંબરૂપી બંને તટથી સુંદર દેખાતા એવા શ્રીકૃષ્ણના ચતુર્થ પ્રિયા શ્રી યમુનાજીને ભક્તજનો નમન કરો. ।।૩।।

અનન્તગુણભૂષિતે શિવવિરંચિદેવસ્તુતે, ધનાધનનિભે સદા ધ્રુવપરાશરાભીષ્ટદે ।।
વિશુદ્ધમથુરાતટે સકલગોપગોપીવૃતે, કૃપાજલધિસંશ્રિતે મમ મનઃ સુખં ભાવય ।।૪।।

ભાવાર્થ – અનંન્ત ગુણોથી સુશોભિત, શિવ, બ્રહ્મા, દેવતાઓ દ્વારા સ્તુતિ કરાયેલા, નિરંતર ગંભિર મેઘની કાંતિવાળા, અને ધ્રુવ અને પરાશર ૠષીને મનવાંચ્છિત ફલ આપનારા અત્યંત વિશુધ્ધ મથુરાનગરી જેના કીનારા ઉપર છે; તથા સર્વ ગોપ ગોપીજનોથી વિટાએલા કૃપાના સાગરરૂપ શ્રી વૃજાધીશના આશ્રયમાં રહેલા હે શ્રીયમુનાજી! મારા મનને જેમ સુખ થાય અથવા આનંદાનુભવ થાય તેમ આપ વિચારો. ।।૪।।

યયા ચરણપદ્મજા મુરરિપોઃ પ્રિયંભાવુકા, સમાગમનતોભવત્‌ સકલસિદ્ધિદા સેવતામ્‌ ।।
તયા સદૃશતામિયાત્‌ કમલજા સપત્નીવ યત્‌, હરિપ્રિયકલિન્દયા મનસિ મે સદા સ્થીયતામ્‌ ।।૫।।

ભાવાર્થ – જે શ્રી યમુનાજીની સાથે સમાગમ થવાથી ભગવદ્‌ ચરણારવિંદમાંથી પ્રકટ થયેલા શ્રી ગંગાજી પણ ભગવાનને પ્રિય થયા. (અને તે ગંગાજી) પોતાની સેવા કરનારા જીવોને સર્વ સિધ્ધિઓ આપનારા થયા છે. એવા શ્રી યમુનાજીની બરોબરી કોણ પ્રાપ્ત કરી શકે? જો કાંઇ પણ બરોબરી કરી શકે તો શ્રીલક્ષ્મીજી કાંઇ પણ ન્યૂન્યતાની સાથે કરી શકે. (અથવા શ્રી યમુનાજીની સાથે કોઇ બરોબરી કરવા સમર્થ નથી.) એવા સર્વોત્તમ તથા ભગવદ્‌ભક્તોના કલેશને નાશ કરવાવાળા શ્રી યમુનાજી મારા મનમાં નિરંતર વાસ કરો. ।।૫।।

નમોસ્તુ યમુને સદા તવ ચરિત્રમત્યદ્‍ભુતં, ન જાતુ યમયાતના ભવતિ તે પયઃપાનતઃ ।।
યમોપિ ભગિની સુતાન્‌ કથમુ હન્તિ દુષ્ટાનપિ, પ્રિયો ભવતિ સેવનાત્‌ તવ હરેર્યથા ગોપિકાઃ ।।૬।।

ભાવાર્થ – હે શ્રી યમુનાજી! આપને નિરંતર નમસ્કાર હો! આપનું ચરિત્ર અત્યંત અદ્‍ભુત છે; કારણ કે આપના જલનું પાન કરવાથી કોઇ પણ સમયમાં યમસંબંધી દુઃખ કદાપિ થતું નથી. તેનું કારણ કે આપ યમરાજના બહેન થાઓ છો, તેથી યમરાજ આપના પ્રિય ભક્તો દુષ્ટ હોય છતાં કેમ નાશ કરિ શકે? અથવા નાશ ન જ કરી શકે. જેમ આપની સેવા કરવાથી ગોપીજનો શ્રી ઠાકોરજીને પ્રિય થયા હતા, તેવી રીતે જીવ પણ આપની સેવા કરવાથી શ્રી ઠાકોરજીને પ્રિય થાય છે. ।।૬।।

મમાસ્તુ તવ સન્નિધૌ તનુનવત્વમેતાવતા, ન દુર્લભતમા રતિ ર્મુરરિપૌ મુકુન્દપ્રિયે ।।
અતોસ્તુ તવ  લાલના સુરધુની પરંસંગમાત્‌, તવૈવ ભુવિ કીર્તિતા ન તુ કદાપિ પુષ્ટિસ્થિતૈઃ ।।૭।।

ભાવાર્થ – હે મુક્તિને આપનારા શ્રી ઠાકોરજીના પ્રિયા શ્રી યમુનાજી! આપના સમીપમાં રહેનારા મારા શરીરનું નવા પણું થાઓ, અર્થાત્‍ આ દેહ બદલાઇ સેવાપયોગી દેહ થાઓ, આ સેવાપયોગી દેહ મેળવ્યા પછી મુરદૈત્યના શત્રુ ભગવાનની પ્રીતિ મેળવવી કંઇ દુર્લભ નથી. પણ સુલભ છે. એટલા માટે હું આપની સ્તુતિ કરૂં છું. કારણ કે ગંગાજી પણ આપના સંગમથી જ ભૂતલ ઉપર શ્રેષ્ટતાને પ્રાપ્ત થયા છે. આપના સીવાય શ્રેષ્ટતાને પ્રાપ્ત થયા નથી. તેથી પુષ્ટિમાર્ગીય ભક્તો આપના સંગમથી જ તેમને વખાણે છે. કેવળ ગંગાજીની સ્તુતિ નથી કરતા પણ આપની જ સ્તુતિ કરી આપને શ્રેષ્ટ માને છે. ।।૭।।

સ્તુતિં તવ કરોતિ કઃ કમલજાસપત્નિ પ્રિયે, હરેર્યદનુસેવયા ભવતિ સૌખ્યમામોક્ષતઃ ।।
ઇયં તવ કથાધિકા સકલગોપિકાસંગમ, સ્મરશ્રમજલાણુભિઃ સકલગાત્રજૈઃ સંગમઃ ।।૮।।

ભાવાર્થ – હે લક્ષ્મીજીના શૌક્ય ! હે શ્રી યમુનાજી આપની સ્તુતિ કરવા કોણ સમર્થ છે ? અર્થાત્‍ કોઇ નહિ. પ્રભુની સેવા પૂર્વક પ્રભુના પ્રિયા લક્ષ્મીજીનું સેવન કરવામાં આવે તો મોક્ષ પર્યંતનું જ સુખ મળે છે. પણ આપની પ્રશંસા (વાત) એવી ફેલાઇ છે.  સમગ્ર ગોપિકાઓના સમાગમમાં કામને લીધે જે પસીનાનું જળ થયેલું તે જલનો સંબંધ આપ ભક્તોને સર્વાંગે કરાવો છો. તેથી લક્ષ્મીજી કરતાં આપ શ્રેષ્ઠ છો. ।।૮।।

તવાષ્ટકમિદં મુદા પઠતિ સૂરસૂતે સદા, સમસ્તદુરિતક્ષયો ભવતિ વૈ મુદુન્દે રતિઃ ।।
તયા સકલસિદ્ધયો મુરરિપુશ્ર્વ સંતુષ્યતિ, સ્વભાવવિજયો ભવેત્‌ વદતિ વલ્લભઃ શ્રીહરેઃ ।।૯।।

ભાવાર્થ – હે સૂર્યપુત્રિ શ્રી યમુનાજી ! આપના આ અષ્ટકનો પાઠ જે જીવ સર્વદા હર્ષપૂર્વક પ્રસન્નતાની સાથે કરે છે. તે જીવના નિશ્ર્વય સઘળા પાપોનો નાશ થાય છે. નિશ્ર્વય શ્રી ઠાકોરજીમાં પ્રીતિ થાય છે. અને શ્રીઠાકોરજીમાં પ્રીતિ થવાથી સર્વ અલૌકિક સિધ્ધિઓ સિધ્ધ થાય છે. તથા સ્વભાવ ઉપર વિજય પ્રાપ્ત કરે છે. અથવા સ્વભાવ પોતાને અનુકૂળ થઇ જાય છે. એવા પ્રકારથી શ્રી ઠાકોરજીને પ્રિય શ્રીમદ્‍વલ્લભાચાર્યજી કહે છે. ।।૯।।

।। ઇતિ શ્રીમદ્‌ વલ્લભાચાર્ય વિરચિતં શ્રી યમુનાઇક સ્તોત્રં સંપૂર્ણમ્‌ ।।